February 26, 2009

અમદાવાદનો જન્મદિવસ...હું અમદાવાદનો રિક્ષાવાળો.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને હેપ્પી બર્થ-ડે.અહમદશાહના નામ પરથી પડેલ નામ અમદાવાદ આજે પણ દરેક ગુજરાતીઓનું મુંબઈ કે ન્યુયોર્ક છેને આજે તો વિવિધ નામો જેવા કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી તરીકે ઓળખાતા આ અમદાવાદની શોભા તો અનેરી છે.કહે છે કે અહીના સસલાઓએ અહમદશાહના શિકારી કુતરાઓને પણ ભગાડ્યાં હતા.આવા અમદાવાદનો આજે જન્મદિન છે તો અમદાવાદના દર્શન કરાવતાં બે ગીત યાદ આવી જાય એક અવિનાશ વ્યાસનું અમે અમદાવાદી અને બીજું કિશોરકુમારે તેમના આગવા લહેકામાં ગાયેલું અને અસરાની પર ફિલ્માવેલું ગીત હું અમદાવાદનો રિક્ષાવાળો... તો આજે ચાલો રિક્ષામાં જ આપ સૌને અમદાવાદ બતાવી દઉં આશા છે અમદાવાદથી દુર રહેતા મિત્રો પણ આ કલ્પનાસૃષ્ટીમાં વિહાર કરી લેશે..અને આપનો પ્રતિભાવ આપશો.



happy-birthday-ahmedabad


સ્વર - કિશોર કુમાર



હે... હે અલ્યા... હે બાજુ બાજુ... એ ભઈલા


હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...(૨)



એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,


અમદાવાદ બતાવું ચાલો...



હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...



રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,


જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય...(૨)


અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,


અમદાવાદ બતાવું ચાલો...



હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...



ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,


ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુખડા ટાળી,


જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવા વાળો,


અમદાવાદ બતાવું ચાલો...



હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...



રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,


અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે...(૨)


દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,


અમદાવાદ બતાવું ચાલો...



હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...



કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,ભાઈ રિક્ષા કરતા ભાડે,


એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,અલ્યા મીઠો ઝઘડો માણે,


પણ એક બ્રેકના ફટકે...પણ એક બ્રેકના ફટકે કેવો કરીએ મેળ રૂપાળો,


અમદાવાદ બતાવું ચાલો...



હું અમદાવાદનો રિક્ષાવાળો


નવસો નવ્વાણું નંબરવાળૉ,


અમદાવાદ...અમદાવાદ બતાવું ચાલો...



અમદાવાદઅમદાવાદઅમદાવાદઅમદાવાદ

No comments: