February 22, 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા આપણા આંગણદ્વારે.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈકાલે માતૃભાષા દિનની ઉજવણી થઈ.પણ ટેકનીકલ કારણસર સમયસર પોસ્ટ રજુ ન થઈ.પણ એની સાથે સાથે આપણા વિજયભાઈ શાહનો ઈમેલ પણ યાદ આવ્યો અને ગુજરાતી ભાષા માટેનો એક નવો ચીલો ચાતરે તેવી ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવાની રજુઆત કરવી જોઈએ. તો આ માટેની પોસ્ટ તેમના શબ્દોમાં જ રજુ કરું છું. અને આપ સર્વે પણ ગુજરાતી ભાષા માટે વિજયભાઈને અને આપણી માતૃભાષા ગુજરાતીને મદદ કરશો તેવી આશા.


swarnim_gujarat



ગુજરાતી શબ્દ સ્પર્ધા



જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરોવાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ ગુજરાતી ભાષાનાં ભવિષ્યમાં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.


અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..



૧.કેસુડાવેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. ઝાઝી નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. રીડ ગુજરાતીનાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો

૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે લયસ્તરો અને શબ્દો છે મારા શ્વાસમાટે કર્યુ

૫.જયશ્રી ભક્તા ટહુકોઅને મોરપીચ્છદ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું સહિયારુ સર્જનકર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ સંમેલનદ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા

૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી

૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦. ઉત્તમ ગજ્જરે સન્ડે ઇ મહેફીલઆપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ સારસ્વત પરિચયોઆપ્યા

૧૨.વિશાલ મોણપરાએ અક્ષર પેડઅને પ્રમુખ સ્પેલ ચેકરઆપ્યુ..

૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા ગુર્જર ડાઇજેસ્ટદ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ ગુજરાત દર્પણવિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.


તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ગુજરાત દર્પણઆ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.


ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય


આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મીક સંસ્થા કે સીનીયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુત્તમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનુ આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.


આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાનો તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)


પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાનાં માનદ જજ સંસ્થાનાં નામ સાથે વિજેતાની માહીતિ રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.


આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે..તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષ માટેનો આદર વધે



૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com

No comments: