February 19, 2009

જલારામબાપાની પુણ્યતિથિ...જપો જલારામ.....ડો.ચંદ્રવદન મિસ્ત્રી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે મહા વદ દશમ.એટલે જલારામબાપાની પુણ્યતિથિ.વીરપુરમાં ૦૫-૧૧-૧૭૯૯ કારતક સુદ સાતમના રોજ જન્મેલા શ્રી જલારામ બાપાની નામના ગુજરાત જ નહી બલ્કે દેશ-વિદેશમાં ફેલાયેલી છે.તેમના પિતા પ્રધાન ઠક્કર વીરપુરમાં લોહાણા જ્ઞાતિના વેપારી હતા તથા તેમની માતા રાજબાઈ હતા.પણ જલારામ બાપાનું ધ્યાન ચિત્ત વેપારમાં ન લાગતું અને નાનપણથી તેઓ ભક્તિના રંગે રંગાયેલા હતા."જે દે ટુકડો તેને ભગવાન ઢુંકડૉ" એ યુક્તિ તેમણૅ પોતાના જીવનચરિત્રથી યથાર્થ સાબિત કરી હતી અને તેમણે સદાવ્રત પણ શરૂ કરેલ જેની નામના ચોતરફ છે અને તેમના આ કાર્યમાં તેમના ધર્મપત્ની વીરબાઈનો પણ સહયોગ હતો.જલારામબાપાના પરચા તો અનેરા છે.તો આજે ડો.ચંદ્રવદન કાકાના પુસ્તક ભક્તિભાવના ઝરણાંમાંથી જલારામ બાપાનું આ સ્તવન રજું કરું છું.જય જલારામ.


jalarama



જપો જલારામ, જપો જલારામ,


અરે, તમો જપો જલારામ, જપો જલારામ,


એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,


અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ...(ટેક)



તમો વહેલી સવારે જપજો એને,


તમો રાત્રિએ પણ ના ભૂલશો એને,


અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ,


એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,


અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ...(ટેક)


જપો જલારામ...(૧)



તમો મુખેથી ભજશો એને,


તમો હૈયે પણ રાખશો એને,


અરે, તન મનથી જપો જલારામ, જપો જલારામ,


એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,


અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ...(ટેક)


જપો જલારામ...(૨)



તમો કહેજો બાપા એને,


તમો કહેજો જલીયો એને,


અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ,


એ નામ સિવાય,મારે બીજું કાંઈ ના કામ,


અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ...(ટેક)


જપો જલારામ...(૩)



'ચંદ્ર' કહે, જેના અંતરમાં જલારામ વસે,


પરચો બતાવી, જલો મારો સંકટ એના દૂર કરે !


જપો જલારામ...(૪)


……………………………………..


કાવ્યરચના - ૬ જુન ૧૯૯૨

1 comment:

Anonymous said...

જલારામબાપા તો આજે ય ભક્તોને હાજરાહજૂર છે... બાપાનો મહિમા નિરાળો છે.