February 15, 2009

લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈકાલે પ્રેમદિન નિમિત્તે ઘણી બધી ઘટનાઓ ઘટી હશે.કેટલાકને તેમની પ્રિય વ્યક્તિ મળી હશે તો કેટલાકને ના સાંભળવી પડી હશે તો કેટલાક વિરહમાં ઝૂર્યા પણ હશે.તો આવી બેવડી લાગણી દર્શાવતું આ ગીત આપને માણવું ગમશે, અને હા આ ગીતને સુર સાથે માણશો તો જ તેની લાગણી અને કરુણતા સમજી શકશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ માણૉ આ રચના...



prem-ni-baji






લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,


તમને એની શું ખબર જે જીતીને હારી ગયા...(૨)



એક પળમાં એ અમારો જન્મોના સંગી થયા,


ઓ એક પળમાં કોઈ કોઈની પ્રીત વિસારી ગયા.



લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,


તમને એની શું ખબર જે જીતીને હારી ગયા.



આશાના દીવડા ફળ્યા અને દિલમાં દિવાળી થઈ ગઈ,


એ જ દીવડા હોળી થઈને દિલડું દઝાડી ગયા.



લો અમે આજે આ બાજી પ્રેમની મારી ગયા,



તમને એની શું ખબર જે જીતીને હારી ગયા...(૨)

No comments: