February 14, 2009

વેલેન્ટાઈન ડે...એમ પૂછીને થાય નહી પ્રેમ.....તુષાર શુક્લ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.



અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.



૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી... { સુર સાથે}


૨) આવો માંડીએ પ્રેમની રે વાત...રમેશભાઈ પટેલ' આકાશદીપ'


૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી...મુકુલ ચોક્સી { સુર સાથે}


૪) એ પ્રેમ છે..."મન"


૫) પ્રેમ ઉર્ફે ત્યાગ..."મન"


૬) તો બેધડક તું મારી પાસે આવજે...ઊર્મિબેન


૭) એમ પૂછીને થાય નહી પ્રેમ...તુષાર શુક્લ { સુર સાથે}




અને આટલું બધું જાણ્યા બાદ જ્યારે તુષાર શુક્લ કહે કે એમ પૂછીને થાય નહી પ્રેમ તો.....હા બસ આ જ રચના છે ખાસ આપના માટે. અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે.



dariyana-moja






દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.



ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.



ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

No comments: