January 26, 2009

જા રે ઝંડા જા.....અવિનાશ વ્યાસ...

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.તો આ વર્ષે એક ટીવી ચેનલના કોન્ટેસ્ટમાં વિજેતા બનતા એક રાષ્ટ્રધ્વજ ઈનામરૂપે મળ્યો છે જેને ખૂબ જ આદરપૂર્વક લહેરાવ્યો અને તેને સલામી આપતા અવિનાશ વ્યાસનું આ ગીત યાદ આવી ગયું.જેમાં આપણા ઝંડાને ખૂબ ઊંચે લહેરાતો દેશની પ્રગતિની કામના કરેલ છે.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.જે અગાઉ રજુ થયેલ પણ આજે તે સુર સાથે મળેલ હોવાથી ફરી રજું કરું છું.


indian-flag






જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….

ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા…. જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા…. મા….
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….

No comments: