November 30, 2008

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.....અવિનાશ વ્યાસ (કે પછી ?) ભાભી તમે થોડા થોડા થાજો ગામડાના ગોરી.....રમેશ પટેલ(આકાશદીપ)

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈ કાલે ૨૯મી નવેમ્બરે હતી આપણી લોકપ્રિય રેડિયો ચેનલ વિવિધભારતીની વર્ષગાંઠ.સાચુણ કહુ તો આ રેડીયો ચેનલે જ સતત મારા હૃદયમાં ગુજરાતી ગીતો,સાહિત્ય-જગતને જીવંત રાખવામાં ઘણો ફાળો આપ્યો છે.જ્યારથી સમજણૉ થયો ત્યારથી આ વિવિધભારતીને સાંભળ્તો આવ્યો છું.અત્યારે લગ્નસરાનો સમયગાળો ચાલે એ ત્યારે ગવાતા ફટાણાં કદાચ પહેલીવાર આમાં જ સાંભળેલા.અને ગઈકાલે મારી પિતરાઈ બહેનના લગ્ન હતા તો એક ગીત યાદ આવતું હતું જે જો કે વરપક્ષ તરફથી ગવાય છે કે ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી...અને આવું જ પરંતુ અત્યારની બદલાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને આપણા કવિમિત્ર રમેશ પટેલ'આકાશદીપે' પણ આવી જ એક રચના બનાવી મોકલેલ છે તો માણૉ બંને રચનાને એક સાથે.

હવે આપે બતાવવાનું છે કે આ ભાભીએ શું થવું વરણાગી કે ગામડાની ગોરી...?



gamda_gori






ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી




હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી


નવી ફેશનની ધૂન બધે લાગી,


નવી ફેશનની ધૂન બધે લાગી,


ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.




તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી


વરણાગી વીરાની વરણાગી વહુ બનો,


થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,


મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,


ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.




તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી



તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

……………………………..


અવિનાશ વ્યાસ



varanagi_vahu




ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી

જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી

ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

................................................
રમેશ પટેલ(આકાશદીપ)

No comments: