November 28, 2008

મુંબઈમાં આતંકવાદી હુમલો...આતંકનો મોકો દિઠો છે.....રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગત તા.૨૬મીએ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો અને હજી પણ તાજ અને ઓબેરોય હોટલમાં આ આતંકને પૂર્ણ કરવા આપણા કમાન્ડો કાર્યરત છે જ.અને આ હુમલામાં નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો છે અને મૃત્યુઆંક ૧૨૭ ને આંબી ગયો છે તથા ૪૦૦થી વધું લોકો ઘાયલ થયાં છે.પ્રભુ આ મૃતકોને શાંતિ અર્પે અને આ આતંકવાદને હવે તો અટકાવે.આ વિષયને લઈને આપણા મિત્ર કવિ રમેશ પટૅલ'આકાશદીપ'નું આ એક વ્યંગકાવ્ય અહીં રજું કરું છું જેમાં એક ભારતવાસીને આતંકવાદી પાસેથી મળેલ એક સીડિ કે જેમાં જાણે કે આપણી સિસ્ટમ પર કરેલા વ્યંગાત્મક આકરા પ્રહારો છે.તો વધુ ન કહેતા માણૉ આજે મનના વિશ્વાસ પર સૌ પ્રથમ વ્યંગકાવ્ય...




taj-terrorism







દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર
છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

કાશ્મીર પછી દિલ્હી ને હવે, જુએ મુંબઈ સ્વાગતની વાટ
મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર
માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

કોઇ વિરલાનું લોહી ઉકળશે ને થાશે જો એ વિશ્વામિત્ર
ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જૂઓ અમારા દુશ્મનનું છે ચિત્ર
રાષ્ટ્ર ભક્તો થાશે શહીદ ને ખૂણે રડશે તેની માત
તારી વહારે ધાશે વકીલો ને બહુ રુપીયાઓની જમાત
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

ધન્ય તમે તો તમને મળી મન મોહક સરકાર
આવું ટાણું નહીં મળે વારંવાર,પધારી કરશો રે તારાજ

…………………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

No comments: