November 5, 2008

જલારામ જયંતી...મારા ઝાઝા વંદન જલારામને.....મોહન પટેલ

જય જલારામ મિત્રો,


આજે છે કારતક સુદ સાતમ એટલે કે જલારામ જયંતી.અને જલારામ બાપાની કૃપા જ છે કે આજના દિવસ પૂરતા વીજળીના તાર આ કોમ્પ્યુટર નામક ઉપકરણ સાથે હજું જોડાયેલા છે તો આજે જલારામ બાપાને વંદન કરતા આ મોહનભાઈ પટૅલની રચના રજૂ કરું છું.જય જલારામ.




jalaram

વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન જાયે, એવી એની ટેક

મારા ઝાઝા વંદન જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને

જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને
ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ

ઘણી ખમ્મા ખમ્મા જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...

ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે
સદાવ્રત ધારી તો સાધુ સંત માટે

પાયે લાગું જોગી જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...

સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા
અલ્લા કેવાણા અમર લેખ લખાણા

'
મોહન' હરદમ જપે જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...

No comments: