અને આજે છે પૂનમ. તો પૂનમની રાતનું સ્વાગત પણ તાલીઓ અને રાસ-ગરબાથી ઝૂમતા ઝૂમતાં કરીએ તો કેવું...? તો મંગળફેરા ફિલ્મનું આ ગીત રજૂ કરુ છું.
તાલીઓના તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે
પુનમની રાત ઉગી પુનમ ની રાત
આસમાની, આસમાની ચુંદડીના લેરણીયા લ્હેરાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત
ગોરો ગોરો ચાંદલીયો ને
દિલ ડોલાવે નાવલીયો
કહેતી મનની વાત રે….. પુનમની રાત ઉગી પુનમ ની રાત
ઓરી ઓરી આવ ગોરી
ચાંદલીયે હિંચોડી
તારા હૈયા કેરી ડોરી
રાતડી રળીયાત રે….. પુનમની રાત ઉગી પુનમ ની રાત
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
રૂમો ઝુમો ગોરી, રૂમો ઝુમો
રાસ રમે કે
ઓ ચાંદલિયો જમનાજીને ઘાટ રે……
પુનમની રાત ઉગી પુનમ ની રાત


No comments:
Post a Comment