જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૩મી ઓક્ટોમ્બર.મારી મમ્મીનો જન્મદિન.તો મમ્માને મારા તરફથી જન્મદિનની ખૂબખૂબ શુભકામનાઓ.પહેલા વિચાર્યુ તુ કે કોઈ જન્મદિન પરની રચના મૂકૂ.પણ પછી જઈ ચડ્યો ગોપાલકાકાના બ્લોગ મા ગુર્જરીને ચરણૅ...અને આ ઉદયન ઠક્કરની રચના વાંચી ખૂબ ગમી થયુ કે આ તો ઘર ઘરની દરેક બાળક અને મમ્મીની લડાઈ છે.અને આ વાંચીને એ પળો ફરી ફરી ઉજાગર થઈ ન જાય તો જ નવાઈ. આ રચના મમ્મીને વંદન સહ અર્પણ કરુ છું.
મમ્મીને અને તેના વ્હાલને યાદ દેવડાવતી અન્ય રચનાઓ જે અત્રે પ્રસ્તુત થઈ ચૂકી છે તે માણવાનું ચૂકતા નહી.
H..जीवन है एक बहेती धारा...
મમતાના મોલ - રમેશ પટેલ ‘આકાશદીપ’
“વિશ્વ સ્તનપાન સપ્તાહ” .....
H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी
શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા
જનની સુરક્ષા દિન.....
શુભ મહિલા-દિન :-કંઈક મારા તરફ થી
નાસો ભાગો મમ્મી આવી, મમ્મી લપ્પન છપ્પન છે,
મારી વિરુધ્ધ મમ્મીનું નાસ્તા રોકો આંદોલન છે
ગજવામાં હું ભરું ચેવડો ,ત્યારે એ તતડાવે ડોળા,
મને ભાવતાં સોસ ને વેફર,એ ખવડાવે ટીંડોળા
અરે આજ આ ઘરમાં મારે બળજબરીનું અનશન છે.
મારી વિરુધ્ધ……
મારો ભાઇબંધ ફોન કરે તો ધડામ દઇ પછાડે છે,
ને પોતે તો ફોનની અંદર વાર્તાના ઝાડ ઉગાડે છે.
મમ્મી જોતાં મારી બહેનપણીઓનું તો ભાઇ,જનગણમન છે
મારી વિરુધ્ધ….
હું ને પપ્પા ટીવી જોતા સોફા ઉપર બેઠાજી,
એ કહે શાસ્ત્રીના કીર્તનમાંજઇશું,ઉતરો હેઠાજી.
પપ્પાનું કાંઇ ચાલે નહીં ને મમ્મીજી તો ટુ ઇન વન છે.
મારી વિરુધ્ધ….
ઉદયન ઠક્કર
…………………………………………….
આભાર ગોપાલકાકા


No comments:
Post a Comment