તો વળી મોમાઈ માતને પણ બોલાવી લઈએ.આ ફોટૉ મારા માદરે વતન સમી ની પાસે મોમાઈ માતાનું મંદિર છે તેનો છે જેની સાથે મારી બાળપણની કેટલીયે યાદો સંકળાયેલી છે...
અને હા મિત્રો આ ગરબો મારી મિત્ર મનના અવાજમાં સાંભળવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે,
નવલાં આવ્યાં નોરતાં ને રઢિયાળી છે રાત, ઢોલ વાગે સે,
વાગે વાગળની શરણાઈઓ ને વાગે ઝાંઝપખાઝ, ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
સાચર ચોક શણગાર્યો ને હૈયે ઉમંગ આજ, ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
આનંદ ઉત્સવ થાય છે ને ભક્તો જુએ વાટ, ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
હૈયે ઉમંગ લઈ આવ્યાં ઓઢણીવાળી માત, ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
ચોખલીયાળી ચૂંદડી ને શોભે મોમાઈ માત,ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
નવરંગો છે ગરબો ને રમે મા સાક્ષાત,ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
ઝૂમે ગગનમાં ગરબો ને જ્યોતો ઝળહળાટ,ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.
દેવો વધાવે ફૂલડે ને વંદે છે નરનાર,ઢોલ વાગે સે,
મોરા ગઢની માવડી મા શોભે મોમાઈ માત, ઢોલ વાગે સે.

No comments:
Post a Comment