અને હા મિત્રો આ ગરબો મારી મિત્ર મનના અવાજમાં સાંભળવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.
તોફાની દરિયામાં નાવ મઝધાર છે,
આશાપુરા માતનો આધાર રે,
મઢવાળી માત વેલા આવજો,
આશાપુરા માત વેલા આવજો.....(૨)
મૂઆ મસાણેથી માનવ જીવાડતી,
પાપીઓના પાપ ધોઈ જીવન ઉજાળતી,
અટકીયા ઉકેલે છે કાજ રે,
મઢવાળી માત વેલા આવજો,
આશાપુરા માત વેલા આવજો,
તોફાની દરિયામાં...
ફાંસીના દોરડા કૂંકે રે ઉડાડતી,
આજીવન કેદ કેરા બંધન છોડાવતી,
સાંધતી નૈયાની આર રે,
મઢવાળી માત વેલા આવજો,
આશાપુરા માત વેલા આવજો,
તોફાની દરિયામાં...
માડી તારા નામની લહેર જેને લાગતી,
જન્મોજનમ કેરી પીડા જેની ભાગતી,
માડી તું કરજે સહાય રે,
મઢવાળી માત વેલા આવજો,
આશાપુરા માત વેલા આવજો,
તોફાની દરિયામાં...
દેશ-વિદેશથી તારી માનતાઓ આવતી,
વાંઝિયાને ઘેર માડી પારણાં બંધાવતી,
રાખતી તુ સૌની લાજ રે,
મઢવાળી માત વેલા આવજો,
આશાપુરા માત વેલા આવજો,
તોફાની દરિયામાં...


No comments:
Post a Comment