October 28, 2008

શુભ દિપાવલી...મા,મા, દિવાળી આવી.....વિશ્વદીપ બારડ

જય શ્રીકૃષ્ણ મિત્રો,



આજે છે આસો માસની અમાસ.આપણી દિપાવલી.દિપ માળાઓનો આ તહેવાર.અને આજની કથા પણ બધે જ વાંચવા મળશે. કે આજે રાજા રામચંદ્ર વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફર્યા હતા.ને તેથી સમગ્ર દીપમાળા પ્રગટાવવામાં આવે છે પણ મારે મારા વતનમાં બીજી એક પ્રથા છે કે દિવાળીની રાતે એક વાંસના લાકડામાંથી ઉપર સુતરાઉ કાપડ વીંટાળી નાની મશાલ બનાવવામાં આવે છે.જેને મેરાયા કહે છે.પછી રાત્રે આ મેરાયા લઈને ઘરની એક વ્યક્તિ પહેલા ઘરના ખૂણે ખૂણે ફેરવી ગામના દરેક ઘરે જઈ તેમાં તેલ પૂરાવતા જાય અને ગાતા જાય



આજ દિવાળી, કાલ દિવાળી,

ગોકુળિયાની ગાંડ ગુવાળી,

સઈના છોકરા ખાય સુંવાળી,

મેર મેર રાજા.



અને ત્યાર બાદ ગામમાં આવેલ તળાવના કિનારે આ મેરાયાને મૂકી આવે.દાદા કહેતા કે આમ કરવાથી ઘરના અને ગામના વાતાવરણની શુદ્ધિ થાય તથા પરસ્પર એકબીજાને સુખ-દુઃખમાં મદદ કરવાની ભાવના કેળવાય છે.ત્યારે તો પૂછવું ભૂલી ગયો પણ આજે હવે કોને પૂછું કે આ મેર રાજા કોણ હતા...?

ચાલો છોડો, આજે એક બીજા દીપ અને બાળકોના કાવ્ય રચનાર બાળ-ફૂલવાડીના વિશ્વદીપ બારડની એક રચના આપ સર્વ સમક્ષ રજૂ કરું છું.સાથે દરેક મિત્રો અને તેમના પરિવારને અને તેમના પાડોશી સઘળા લોકોને દિપાવલીની શુભકામનાઓ. અને નૂતનવર્ષાભિનંદન.



મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી
,

મીઠી, મધુરી મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી.. મા
,મા દિવાળી આવી

શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ પગલા પાડતી આવી.. મા
,મા દિવાળી આવી

મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી લક્ષ્મી-આવી.. મા
,મા દિવાળી આવી

મને ભાવે મા, ઘારી-ઘુઘરા,
એ આવીતો સૌ મીઠાઈ સાથ લાવી.. મા
,મા દિવાળી આવી

દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
મા
, તારા આશિર્વાદ લેવા હું આવી.. મા,મા દિવાળી આવી.

…………………………………….

આભાર વિશ્વદીપભાઈ

No comments: