October 27, 2008

કાળીચૌદશ…એક દિન એવો આવશે…..શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે આસો વદ ચૌદશ.એટલે કે કાળીચૌદશ.આમ તો આજે ઘણી સાધનાઓ થશે.હનુમાન તથા મહાકાળી તથા ઘંટાકર્ણ મહાવીર ની પણ આજે પૂજા થશે. મહુડીમાં આવેલું આ ૨૪મા તિર્થકર ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ગુજરાતમાં જ નહી દેશવિદેશમાં પ્રખ્યાત છે. અને અહીં મળતી સુખડિનો પ્રસાદ તો ભાગ્યે જ કોઈ ગુજરાતીએ લીધો નહી હોય.મેં તો ઘણી વખત આ સ્થળની મુલાકાત લીધી છે.ખરેખર એક સુંદર સ્થળ છે.તો આજે રજૂ કરું છું શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબે વિ.સં.૧૯૬૭ અને ઈ.સ.૧૯૧૧માં ભાખેલ ભવિષ્યવાણી જે આજે સત્ય થતી દેખાઈ રહી છે.





એક દિન એવો આવશે ! એક દિન એવો આવશે !


મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે ! એક દિન !



અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે !


અશ્રું લ્હુહી સૌ જીવના, શાંતિ ભલી પ્રસરાવશે ! એક દિન !



સહુ દેશમાં સહુ વર્ણમાં, જ્ઞાની જનો બહુ ફાવશે !


ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે ! એક દિન !



સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે !


જે ગુપ્ત તે જાહેરમાં, અદભૂત વાત જણાવશે ! એક દિન !



રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે !


હુન્નરકળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે ! એક દિન !



એક ખંડ-બીજા ખંડની, ખબરો ઘડીમાં લાવશે !


ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે ! એક દિન !



એક ન્યાય સર્વ ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે !


બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્વો જગતમાં વ્યાપશે ! એક દિન !

No comments: