જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે નવા વર્ષનું નવલું પ્રભાત.અને વિક્રમ સંવત ૨૦૬૫નો શુભારંભ...મારા અને મારા સમગ્ર પરિવાર તરફથી આપ સર્વે વાચક મિત્રોને નૂતન વર્ષાભિનંદન.આજે નવા વર્ષના કરેલા આપના બધા સંકલ્પો પૂર્ણ થાય તેવી ભગવાનને અભ્યર્થના.આપના આંગણે પૂરેલ રંગોળીની જેમ ઘરમાં હંમેશા ખુશીના રંગોની છાલક ઉડતી રહે તેવી શુભકામના સહ આજે આપણા દીપ રમેશભાઈ પટેલની આ રચના મૂકું છું.અને આપ સર્વે મિત્રો આમ જ મને મદદ અને માર્ગદર્શન આપતા રહેશો.આપના પ્રતિભાવોને ખુલ્લા દિલે સ્વીકાર કરું છું.
સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું
ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું
જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે
દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે
વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો
રમેશ પટેલ(આકાશદીપ)


No comments:
Post a Comment