જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૪મી ઓક્ટોમ્બર.આજે મનાવાય છે “વિશ્વ પોલિયો દિન” એટલેકે “World Polio Day". પોલિયો એક એવો રોગ છે કે જે શિતળા(Small Pox) બાદ નામશેષ થઈ શકે તેમ છે.પરંતુ તે માટે જરૂરી છે લોકજાગૃતિની.આજે પણ ઘણા ગામડામાં એવા લોકો વસે છે જે પોતાના વહાલસોયાને પોલિયો કે અન્ય રસી પીવડાવતા કે અપાવતા નથી.તેઓ આજે પણ માને છે કે આ બધા ધતિંગ છે.અરે સરકારી દવાખાનામાં આ રસીઓ મફત આપવામાં આવવા છતાં પોતાના લાડકાને કંઈ ના થાય કહીને રસી અપાવતા નથી.અરે સિનેજગતનાં સિતારાઓ જેવા કે અમિતાભ બચ્ચન દ્વારા જાહેરાત કરવા છ્તા પણ હજી ગત વર્ષે ૨૦૦૭માં ભારતમાં પોલિયોના ૬૧૩ કેસો નોંધાયા છે જેમને રસી નહોતી મૂકાવી.વળી મેડિકલ સાયન્સ કહે છે કે ૧ પોલિયાના કેસની પાછળ બીજા હજાર દર્દી છૂપાયેલા હોય છે.અને કેટલાક કિસ્સામાં નાનાં બાળકોના મૃત્યુ પણ થઈ શકે છે.બે ટીપાં પીવડાવવા તેઓ જો બે ડગલા ચાલે તો તેમનો લાડકો કે લાડકી જીવનભર પોતાના પગ પર ચાલી શકશે.પોલિયો એક એવો રોગ છે કે જે એકવાર લાગુ પડી જાય તો એને અટકાવવો મુસ્કેલ છે.માટે જ તેનો સૌથી સરળ અને સુલભ ઉપાય છે પોલિયોની રસીનાં બે ટીપાં.પરંતુ બે ટીપાં વળી આપણામાં કહેવત છે ને કે "પાણી પહેલા પાળ બાંધવી." અને અંગ્રેજીમાં કહું તો “Prevention is better than cure.” વળી આપણા વડીલો પણ કહે છે ને કે રોગ અને શત્રુઓને ઉગતા જ ડામવા જોઈએ.તો પછી શા માટે આ પોલિયોથી નહી કારણકે જો દરેક બાળકને રસીકરણ કરવામાં આવે તો આ રોગ નામશેષ થઈ શકે તેમ છે.
આમ તો નાનપણથી આ શબ્દો સાંભળું છું" દો બૂંદ જીંદગી કી" અને કંઈક હંમેશા સ્ફુરતું પણ કંઈ લખી ન શક્તો પણ આજે જ્યારે આ ગુજરાતી સાહિત્યની આદત થઈ ગઈ છે તો મારા વિચારો ને બહાર આવવાની તક મળી ગઈ ને હિન્દી શબ્દના લીધે હિન્દીમાં વ્યક્ત કરી છે.આપ સર્વેના અભિપ્રાયની આપેક્ષા સહ મારી અ રચના રજૂ કરુ છું.
અને હાં ભારતમાં પોલિયોની રસીના નીચે મુજબ ડૉઝ આપવામાં આવે છે આ ઉપરાંત વચ્ચે નવેમ્બર થી ફેબ્રુઆરીના ગાળામાં જ્યારે સરકાર પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત વધારાના પોલિયો રવિવાર યોજે ત્યારે પણ આપના ૫વર્ષથી નાના બાળકોને રસી પીવડાવવાનું ભૂલતા નહી હોં ક્રે...
જન્મ સમયે- બી.સી.જી.સાથે ૦-ઓ.પી.વી.(ઓરલ પોલિયો વેક્સીન)
૧૧/૨ મહિને - ત્રિગુણી રસી-૧ સાથે ૧-ઓ.પી.વી
૨૧/૨ મહિને - ત્રિગુણી રસી-૨ સાથે ૨-ઓ.પી.વી
૩૧/૨ મહિને - ત્રિગુણી રસી-૩ સાથે ૩-ઓ.પી.વી
૧૬ થી ૨૪ મહિને - બુસ્ટર ડોઝ ત્રિગુણી રસી અને ઓ.પી.વી.
छोटे का मोल नही,
पर छोटे बीना चलता भी नही I
दो बूंद छाश की दूध को दहीं बना देती है,
दो बूंद कलर पूरे पानी को रंगीन बना देता है,
दो बूंद हसी कीसी अपने की जिंदगी सजा देती है,
और दो बूंद ही आपके छोटे को अपने पैरो पे खडा रख सकती है I
मन का "विश्वास" कहेता है तो मत भूलो,
वो दो बूंद पोलियो के टीके की,
जो सही में है दो बूंद जिंदगी की II


No comments:
Post a Comment