અને હાં મિત્રો વળી જો ડૉ.શિવાનંદ, સુરેશ દલાલ માટે આટલા મહત્વના છે તો તેમનું આ ગીત અમે એવા છીએ મૂકવાની લાલસા પણ ન જ રોકી શકાય ને... આખરે આ ગીત તેમની પ્રતિભાને અનુરૂપ પણ છે.વળી ગત્ ૧૧મી ઓક્ટોમ્બરે સુરેશ દલાલનો જન્મદિન પણ હતો તો મોડા મોડા પણ જન્મદિનની શુભકામના પણ પાઠવી દીએ.
અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.


No comments:
Post a Comment