October 7, 2008

આઠમું નોરતું..માતાજીનો થાળ…. ૧૦૦મી પોસ્ટ

જય ચામુંડા મા દોસ્તો,


આજે છે આસો સુદ આઠમ.એટલે કે આઠમું નોરતું.આજે તો લગભગ દરેક કુટુંબમાં માતાજીને નિવેદ્ય ધરાવવામાં આવે છે.માતાને શ્રદ્ધાપૂર્વક તેન ત્યક્તેન ભૂન્જિથા પ્રમાણે તેનૂ જ તેને અર્પણ કરવામાં આવે છે તો મને પણ મારા ચામુંડામાતા ને ધરાવતા નિવેદ્યની સાથે એક થાળ મૂકવાની ઈચ્છા થઈ તો આજે માતાજીનો થાળ અહી રજુ કરુ છું.વળી આજે મારા માટે એક હર્ષની વાત એ છે કે આ પોસ્ટ મારા બ્લોગની ૧૦૦મી પોસ્ટ છે જે યોગાનુયોગ આજે પ્રસ્તુત થઈ છે તો આ પોસ્ટ ચામુંડા માતાજીને અર્પણ કરું છું કે તેમણે મને આ મુકામ સુધી પહોંચવા શક્તિ આપી અને આગળ પણ મદદ કરતા રહેશે. અને હાં આપ સર્વે મિત્રોનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.તથા આપણા મિત્ર ડૉ.ચંદ્રવદનના સુચન અનુસાર ગુજરાતી બ્લોગજગત આજ-કાલમાં અપગ્રેડ થઈ જશે.






જમવા આવો ચામુંડા મા, ભોજન ભાવે કરોને.


ભાવનાના પીરસ્યા મેં તો થાળ, ભોજન ભાવે કરોને.



ઘીના દોર દઈને ભાત કર્યા છે,


દાળ ને કઢી સાથે કરી છે,


પ્રેમથી આરોગો ચામુંડા મા, ભોજન ભાવે કરોને.



ચોટીલા ચોકથી વેલા રે આવજો,


અંબેમા ને સાથે લેતા રે આવજો,


ઝૂંપડીએ પધારો ચામુંડા મા, ભોજન ભાવે કરોને.



ગંગા જમુનાના વારિ ભર્યા છે,


લવિંગ સોપારી મુખવાસ મુક્યા છે,


આંગણિયા દીપાવો ચામુંડા મા, ભોજન ભાવે કરોને.



તારા બાલુડા પાયે પડે છે,


ભક્તો તને સાદ પાડે છે,


ભક્તોની લેજો સંભાળ મારી માત, ભોજન ભાવે કરોને.


જમવા આવો ચામુંડા મા, ભોજન ભાવે કરોને.





No comments: