અરે હા મિત્રો જાણો છો આજે છે ૭મી ઓક્ટૉમ્બર એટલે મારી ભાણી રાધિનો જન્મદિન પણ તો તેને માટે એક બાળગીત તો મૂકવું જ પડે ને.. આમ પણ બાળપણમા શિખવાનો બહુ જ ઉત્સાહ હોય છે.અને જ્યારે આવડિ જાય એટલે તો આપણે ઉછળવા જ માંડીએ જ્યારે મારી ભાણીને ચપટી વગાડતા આવડિ ત્યારે રમેશ્ પારેખનું આ ગીત યાદ આવી ગયું તો તે જ અહીં રજૂ કરું છું..
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.


No comments:
Post a Comment