October 6, 2008

સાતમું નોરતું...નવરાત્રી રે આવી.......ડો.ચંદ્રવદન મિસ્ત્રી

જય અંબે દોસ્તો,


આજે છે આસો સુદ સાતમ.સાતમું નવલું નોરતું.તો આજે પ્રસ્તુત છે એક વધુ ગરબો.પણ જાણો છો આ ગરબાની વિશેષતા શું છે...? આ ગરબાના રચયિતા છે આપણા નવા મિત્ર ડો.ચંદ્રવદન મિસ્ત્રી. આમ પણ હવે જ્યારે ગુજરાતી સાહિત્યનો ચસકો લાગ્યો છે ત્યારથી ગુજરાતી રચના માણવા ખાંખાખોળા તો કરતો જ હોઉં છું તો આમ જ મને મલી ગયો ડો.ચંદ્રવદન મિસ્ત્રીનો બ્લોગ ચન્દ્રપુકાર.અને ખરેખર તેઓ ખૂબ સારી રચનાઓ લખે છે.અને બસ મન થયું કે તેમને મનના વિશ્વાસને દ્વારે આમંત્રણ પણ આપી દીધું.તેઓ અહીં આવ્યા અને મહેમાનગતી સાથે સાથે તેમની રચનાને મૂકવાની પરવાનગી પણ આપી તો માણો તેમના આ ગરબાને.અને હાં તેમના વિગતવાર રચનાઓને માણવા તેમના બ્લોગ ચન્દ્રપુકારની પણ મુલાકાત જરૂરથી લેજો.



નવરાત્રી રે આવી, નવરાત્રી રે આવી,


આવો, આવો સૌ માત- ગરબા રે રમવા,


હૈયે ખુશી રે લાવી……


હુ તો માતાના ગુંણલા રે ગાવું,


આવો, આવો, માત-ગરબા રે રમવા, હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી..૧



રંગબેરંગી આભુષણો પહેરી…..


હું તો માતાના ગુણલા રે ગાવું,


આવો, આવો, માત-ગરબા રે રમવા, હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી



જીઢોલ મંજીરાના તાલે……


માત-ગરબાના સુરો આકાશે ગુંજે,


મનડુ મારું ડોલે છે આજે,


આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી



કોઈ કહે અંબા કે દુર્ગા રે માતા….


કોઈ કહે ખોડીયાર કે બહુચર રે માતા


જીમાતા તો છે એક જગદંબા માતા !


આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી


જય જય અંબામાતા ! જય જય અંબામાતા !


.......................................................................


કાવ્ય રચના...સપ્ટેંબર, ૨૯, ૨૦૦૮

No comments: