જય અંબે દોસ્તો,
આજે છે આસો સુદ છઠ્ઠ એટલે છઠ્ઠુ નોરતું. ચાલો આજે તો રમતા રમતા ગરબાનો રંગ પણ કેસરિયો થઈ ગયો છે તો ચાલો માણીએ આ ગરબાને... અને માફ કરજો મિત્રો મારી મિત્ર મન ની તબિયત વધારે ખરાબ હોવાથી તેમની રચના કે ગરબો તેઓ આપી ન શકવાને કારણે રજૂ નથી કરી શકતો.આશા છે તેઓ જલદીથી સાજા થઈ જાય અને માતાજીના આ તહેવારને આનંદથી ઉજવે..

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબાકેસરિયો રંગ તને લાગ્યો રે લોલ આસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબાઆસોના નવરાત્ર આવ્યા રે લોલ ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે ગરબાઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે લોલ કંકુના સાથિયા પુરાવ્યા રે ગરબાકંકુના સાથિયા પુરાવ્યા રે લોલ કોના કોના માથે ફર્યો રે ગરબોકોના કોના માથે ફર્યો રે લોલ નાની નાની બેનડીના માથે રે ગરબોનાની નાની બેનડીના માથે રે લોલ કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબાકેસરિયો રંગ તને લાગ્યો રે લોલ ઘૂમતો ઘૂમતો આવ્યો રે ગરબોઘૂમતો ઘૂમતો આવ્યો રે લોલ હરતો ને ફરતો આવ્યો રે આરાસુરહરતો ને ફરતો આવ્યો રે લોલ મા અંબાએ તને વધાવ્યો રે ગરબામા અંબાએ તને વધાવ્યો રે લોલ હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢહરતો ને ફરતો આવ્યો રે લોલ મા કાળીએ તને વધાવ્યો રે ગરબામા કાળીએ તને વધાવ્યો રે લોલ હરતો ને ફરતો આવ્યો માટેલ ગામહરતો ને ફરતો આવ્યો રે લોલ મા ખોડિયારે તને વધાવ્યો રે ગરબામા ખોડિયારે તને વધાવ્યો રે લોલ હરતો ને ફરતો આવ્યો શંખલપુરહરતો ને ફરતો આવ્યો રે લોલ મા બહુચરે તને વધાવ્યો રે ગરબામા બહુચરે તને વધાવ્યો રે લોલ કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબાકેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

No comments:
Post a Comment