આજે છે આસો સુદ પાંચમ.પાંચમું નોરતું.નવરાત્રિમાં આપણે મા અંબાના નવ દિવ્ય સ્વરૂપોની પૂજા કરીએ છીએ.તે આ પ્રમાણૅ છે.
૧.મા શૈલ્યપુત્રી
૨.મા બ્રહ્મચારિણી
૩.મા ચંન્દ્રઘટા
૪.મા કુષ્માણ્ડા
૫.મા સ્કન્દમાતા
૬.મા કાત્યાયની
૭.મા કાળરાત્રિ
૮.મા મહાગૌરી
૯.મા સિદ્ધિદાત્રી.
બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
જોગણીયુ સૌ ડોલે મનમાનીમાં
ગબ્બર ને હિંડોળે, રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.
તોરણ બાંધ્યા શેરીને પોળે રુપાળી મા
મસ્તક તારે ખોળે બીરદાવી મા
જનમ જનમ ના કોલે, રમવા આવો ને અમારે મ્હોલ્લે.
મા પેરી પગમાં પાવડી,
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી,
તમે તારો મારી નાવડી.
તુજ ભક્તિ ભરી રસ છોળે, હે કાળી મા
તનમનીયા તરબોળે મતવાલીમા
હૈયુ ઝંખે જોલે , રમવા આવો ને મા અમારે મ્હોલ્લે
મા ચોઠસ ચોઠસ જોગણી
એની આંખ્યુ ઝુરે છે વિજોગની
રત રઢીયાળી રમે બીરદાવી
આજ તાલી બજે છે ત્રિકોલની
નૈના તરસ્યા તુજને ખોળે કૃપાળી મા
સ્વપ્ન મહીં ઢંઢોળે મહાકાળી મા
આતમ્ અંબા ખોલે , રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.
બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
જોગણીયુ સૌ ડોલે મનમાનીમાં
ગબ્બર ને હિંડોળે, રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.


No comments:
Post a Comment