September 22, 2008

વિશ્વ શાંતિદિન...એક પંખીને કંઈક કહેવું હતું.....ઉમાશંકર જોષી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈકાલે એટલેકે ૨૧મી સપ્ટેમ્બરે વિશ્વ શાંતિદિન ઉજવાઈ ગયો. કાલે જરા વ્યસ્ત હોવાને કારણે આ વખતે જરા મોડો છું પણ આજે પણ કંઈક ખાસ છે આજે છે ૨૨મી સપ્ટેમ્બર જ્યારે દિવસ અને રાત લગભગ સરખા જ હોય છે. તેમના સમયગાળામાં માત્ર ૭ મિનિટનું જ અંતર હોય છે. અને આજ પછી દિવસ ટુંકો થતો જશે ને રાત લાંબી.પણ આજે તો આપણા કવિ ઉમાશંકર જોશીની આ રચના જે ઘણું બધુ ગહન કહી આપણને વિચારતા કરી દે છે અને તેમાં એક નવી દૃષ્ટિ ઉમેરી અહીં તેમની આ રચનામાં એક શાંતિનો સંદેશો ફેલાવવા માંગું છું.





એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું

……………………………………………………


આભાર લયસ્તરો.

No comments: