જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૪મી સપ્ટેમ્બર, એટલેકે "The girl child day".આ દિવસ એવા માતા-પિતા કે બાળકીનો દિવસ છે કે જેઓ પોતાના ઘરમાં દીકરીની પધરામણી થતાં રાજી-ખુશીથી, આનંદ ઉત્સવ મનાવતા હોય.પણ દુઃખની વાત તો એ છે કે આજે પણ પુત્રીના જન્મને પથ્થરો જણ્યા તથા સાપનો ભારો જેવા શબ્દો પ્રયોજવમાં આવે છે તેથી જ તો આજે આ The girl child day ના બદલે Save The girl child day તરીકે ઉજવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે ભારતમાં દર હજાર પુરૂષે સ્ત્રીની સંખ્યા માત્ર ૯૩૩ જ છે.જેનુ મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે. જે આ જગમાં આવી જ નથી તેનો જ ભોગ લેવામાં આવે છે.જે તેને જન્મ આપે છે તે પણ તો એક સ્ત્રી જ છે તો પછી સ્ત્રીનો જ અસ્વીકાર શા માટે..??? આજે એક આવી ગર્ભમાં રહેલી દીકરીની જ વિનંતી સહ ફરિયાદ આજના આ સમાજ તરફ છે.જેના રચયિતા વિશે મને જાણ નથી તો આપને જાણ હોય તો મહેરબાની કરીને મને તેની જાણ કરશો.
મા મને ! તું આ જગતમાં આવવા દે,
આંગળી પકડીને તારી ચાલવા દે, મા !
મને તું આ જગતમાં આવવા દે.
વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે,
ગોરમાની છાબ લીલી વાવવા દે.
તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.
ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,
મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.
વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકાવવા દે.
સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,
લાગણીના બંધને બાંધવા દે.
મા ! આ જગતમાં મને આવવા દે...


No comments:
Post a Comment