બોલો દોસ્તો આજે શું હશે..? મિત્રો ૧૫ દિવસ પહેલા કાનાનો જન્મદિન તો બહુ ધામધૂમથી ઉજવ્યો. પણ આજે ભૂલી ગયા.. ખુદ કૃષ્ણ ભગવાને તેમના નામની અગ્ર સ્થાન તેમને આપ્યું છે તેવા તેમના રાધારાણીનો આજે જન્મદિન એટલેકે રાધાષ્ટમી છે.પ્રેમની દુનિયામાં જેમનું સ્થાન અમર છે તેવી આ જોડીમાંથી આપણે રાધાને કેમ વિસારી શકીએ.તો આજે આ જ કવિશ્રી અવિનાશ વ્યાસનું ગીત રાધાની કૃષ્ણને અને આપણને ફરિયાદ કરતુ આ ગીત અહીં રજૂ કરુ છું. અને હાં આજે વળી છે ધરો-આઠમ અને ખાસ તો વિશ્વ સાક્ષરતા દિન પણ આજે જ છે અને વળી ગયા અઠવાડિયે સિંધી ભાઈઓનો ઝુલેલાલનો તહેવાર પણ ઉજવાઈ ગયો તો સાથે રામદેવપીરની નવરાત્રિ પણ ચાલે છે અને રામનો જેમાં સમાવેશ થાય છે તેવો રમઝાન માસ પણ ચાલે છે. આમ્ તહેવારોની હારમાળાઓ સર્જાઈ છે. તો આપ સર્વેને ખૂબ ખૂબ આનંદો...
કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…
વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી
નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી
તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી
કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…


No comments:
Post a Comment