September 10, 2008

મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે રામદેવપીરની નવરાત્રિની સમાપ્તિ છે અને રામાપીરનો મેળો છે તો આજે તેમને વિદાય આપતા રામાપીરના આ ભજનને ગણગણાવી લઈએ.






khamma hindvapir.m...


હે...ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્માયું,


ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્મા,


મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા...(૨)



પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,


પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,


તે દી પગલી પાડી તમે અહીંયા આવ્યા..


હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા...(૨)



ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,


ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,


રણુંજાથી આવ્યા પીર રુમો ઝૂમો,


હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


મારા રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા...(૨)



ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઝાઝી ખમ્મા


ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઘણી ખમ્મા



ઘોડલે ચડીને પીરે ભૈરવાને માર્યો,


ઘોડલે ચડી પીરે ભૈરવાને માર્યો,


તે દી ધરતી ધમેલી ધમ રે ધમ


મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


મારા રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા...(૨)



બોલી કરજોડી ભાથી હરસિંહજી બોલ્યા,


બોલી કરજોડી ભાથી હરસિંહજી બોલ્યા,


એવા નરનારી આવે તમને નમ રે નમ,


મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


મારા રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા...(૨)



ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઝાઝી ખમ્મા


ખમ્મા ખમ્મા ખમ્મા તમને ઘણી ખમ્મા



ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્મા,


મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,


રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા.......

No comments: