July 20, 2008

ચાંદામામા આવો તમે......

જયશ્રી કૃષ્ણ મિત્રો,


આજે છે આપણા નાના ભૂલકાઓ માટે ખાસ દિન. કારણકે આજે છે તેમના પ્યારા ચાંદામામાનો દિવસ. એટલેકે મૂન ડે... ૨૦મી જુલાઈ ૧૯૬૯ના આ ઐતિહાસિક દિવસે નીલ આર્મસ્ટ્રોંગ એ આપણા લાડલા અને પ્યારા ચાંદામામાના ખોળામાં સૂઈ જનાર પહેલો નસીબદાર બાળક બન્યો....!!! તો આજે પ્રસ્તુત છે એક ચાંદામામાનુ ગીત મારા વહાલા ભૂલકાઓ માટે....ને હા હાલરડું …….સુન્દરમ્ની મુલાકાત પણ લેવાનુ ચૂકતા નહી.






ચાંદામામા આવો તમે
સાથે સાથે હસજો તમે
આખી દુનિયા ફરીને
હાલ રોજ સંભળાવજો તમે
ચાંદામામા આવો તમે


દરેક ધરતીના તારાઓ નાના
બોલે પ્રેમની બોલી
રમે, કૂદે, નાચે, ગાય



એકબીજા સાથે મસ્તી કરે
દરેક વખતે જે ઝગડો કરે
તેને જરા સમજાવજો તમે
ચાંદામામા આવો તમે


બાળકોની સરકાર બની તો
રાષ્ટ્રપતિ બની જજો તમે
એક જ વિનંતી છે કોઈ મંત્રી
મને પણ બનાવજો તમે
ચાંદામામા આવો તમે

No comments: