July 18, 2008

સદગુરૂનો સંદેશો



જયશ્રી કૃષ્ણ મિત્રો,




આજે તો છે ગુરૂપુર્ણિમા... તો આજે ગુરૂપુનમના દિવસે વાત કહેવાની છે એક એવા ગુરુ શ્રી સ્વામી અધ્યાત્મનંદજી. જો જો મિત્રો અહીં હુ તેમના ગુણગાન કે ચમત્કાર વિશે વાત નથી કહેવાનો પણ એક ઉમદા કાર્ય જે તેઓ કરે છે તે તરફ ધ્યાન દોરવાનો એક પ્રયાસ કરીશ.


વિશ્વના રક્તદાનના ચાર્ટમાં અને ભારતભરમાં ટોચપર કોણ બિરાજમાન છે સાવ સાચુ આપણું નવલુ ગુજરાત અને તેમાં પણ અમદાવાદ તો ગુજરાતમાં પણ મોખરે છે.ત્યારે અમદાવાદના આ સંત કદાચ એકમાત્ર એવા ગુરુ છે કે જેમણે ૧૦૦થી વધુ વાર રક્તદાન કરેલ છે. તેમનું કહેવુ છે કે મને મારી રોટી આ સમાજમાંથી મળૅ છે અને તેથી મારા રક્તનું એક એક બુંદ સમાજને પાછું આપવાનું છે. તેમણે અત્યાર સુધી ૧૧૭ વાર રક્તદાન કરેલ છે.અને હવે તેમના અનુયાયી પણ આ માર્ગે ચાલવા લાગ્યા છે.છેલ્લા એક વર્ષના ગાળામાં તેમના નેજા હેઠળ ૨૩૦ રક્તદાન શિબિરો યોજાઈ જેમાં ૬૯૫૪૨ યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું.


તો મિત્રો મારું તો માનવું છે કે જો સ્વામી અધ્યાત્મનંદજીની રાહે અન્ય સંતો પણ જો રક્તદાનને પ્રેરણા આપશે તો રક્તની ક્યારેય અછત ઊભી જ નહી થાય.અને કોઈ મોટા પુણ્યતિથિ પ્રસંગે કે પછી અન્ય ઉત્સવમાં સમય અને પૈસા વેડફવાને બદલે આવી રીતે રક્તદાન શિબિરો યોજવી જોઈએ શું કહો છો....???


તો આજે ગુરુવંદના સહ આ સંદેશો અહીં રજૂ કરુ છું.




गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेवो महेश्वर I


गुरु साक्षात पर् ब्रह्मा, तस्मै श्री गुरवे नमः II












આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો,


સેવકના રુદિયામાં રેજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.



કાયાનું દેવળ અમને લાગે છે કાચુ,


એ ઘર બદલાવી મુક્તિ દેજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.



કાયા પડશે ને જીવડો ક્યાં જઈ સમાશે ?


એની ભલામણ અમને દેજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.




અમે છીએ તમારા ને તમે છો અમારા,


પૂર્વજન્મની પ્રીત રેજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.



બેઉ કર જોડી ભક્ત વિનંતી કરે છે,


દયાળુ દર્શન અમને દેજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.



ગુરૂના પ્રતાપે દાસ ભક્તો રે બોલ્યા,


ભક્તિનો મારગ બતાવજો રે


આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

No comments: