જયશ્રી કૃષ્ણ
આજે તો છે રાજા શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ની પુણ્યતિથિ. મૂંઝાઈ ના જશો મિત્રો આ બીજુ કોઈ નહીં પણ આપણા કવિ કલાપિ છે.૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા આ રાજવી કંઈક નવું જ પ્રદાન આ ગુજરાતી સાહિત્યને આપ્યું. અને તેમાં પણ તેમનો કલાપીનો કેકારવ તો ખૂબ જ લોકપ્રિય છે. જેમની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે તો મારી ખૂબ જ પ્રિય ગઝલ છે. આવા રાજવી કવિની જીવનઝાંખી ની મુલાકાત લેવા સુરેશદાદાના બ્લોગની મુલાકાત જરૂરથી લેવી રહી. અને તેઓએ રાજકીય કાવાદાવા બાદ ૧૦-૬-૧૯૦૦ના રાતે આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના અંગત કવિ કાંન્તે તેમને “સુરતાની વાડીના મીઠા મોરલા” કહી ઉર્મિભેર અંજલિ અર્પિ છે. તો ચાલો માણીએ આ કવિની એક સુંદર રચના... અને હાં જ્યાં જ્યાં નજર મારી ઠરે ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!
ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!
કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!
કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!
ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”
મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!
હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!
નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!

No comments:
Post a Comment