June 5, 2008

મર્યાદા.....“મન”

આજે તો છે ૫મી જૂન એટલેકે વિશ્વ પર્યાવરણ દિન....


આજના દિને તો એટલુ કહેવાનુ કે આપણે આપણી પ્રકૃતિનું જતન કરવુ જોઈએ. અને પ્રદૂષણ અટકાવવુ જોઈએ. લો આપને લાગ્યુને કે બધાની જેમ હિતેશ પણ આજે ભાષણ અને સલાહ આપવા લાગ્યો.


તો એક સરસ વાત કહુ હમણાં એક દંપત્તિને મળવાનું થયું, જાણો છો તેમાં નવિનતા શું હતી..? તેઓ નિઃસંતાન હતા તો આખરે અંતે તેમને દત્તક લેવાનું વિચાર્યું અને મિત્રો તેમણે કોઈ બાળકને નહીં પણ એક વૃક્ષના દીકરાને દત્તક લીધો અને ધીરે ધીરે તેમણે ઘણાં છોડને દત્તક લઈને આખો બાગ રચી દીધો. આજે આ જમાનામાં જ્યારે પોતાના સંતાનો પણ તરછોડી દે છે ત્યારે તેમના આ સંતાનોએ તેમને ક્યારેય એકલા પડવા દીધા નથી હંમેશા તેમનો સાથ આપ્યો છે..



મિત્રો આ તો મને આવેલું એક સુંદર સપનું હતું પણ મિત્રો તમે જ વિચારો કે દરેક કુટુંબ એક કે બે વૃક્ષને પણ દત્તક લઈએ તો કદાચ કુદરતમાં સર્જાતી આ માનવસર્જીત ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને બહું જલદી પરાસ્ત કરી શકાય.તો આજે મારી મિત્ર મન ની એક રચના અહીં રજૂ કરુ છું જે દર્શાવે છે કે દરેક વસ્તુ વ્યક્તિ અરે પ્રકૃતિ પણ મર્યાદામાં બંધાયેલી છે અને જો એ મર્યાદા વટાવે તો... એજ રીતે જો માનવી પણ આ પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદા વટાવે તો તેનું પરિણામ કેવું આવે તેની કલ્પના જોવી છે.. તો તમારા ઉંદરથી નીચે ટચાકો પાડો.

1-water-scarcity







પ્રકૃતિ આજે મને બંધાયેલી લાગે,


દરિયો સફાટને ઉછળ્યા કરે ભલે,


પણ છે બંધાયેલો પોતાના કિનારે,


જો એ માઝા મુકે તો લાગે અડખામણો,


નદી વહ્યા કરે છે ભલે,


પણ બંધાયેલી લાગે પોતાની સીમમાં,


એ મૂકે પોતાની સીમા તો લાગે કુમાતા,


વૃક્ષ સ્વતંત્ર, પણ નવ હલીચલી શકે પોતાની જાતે,


ચંદ્ર સૂરજ ને થાકેલ મુસાફરો, પણ બંધાયા છે પોતાની ગતીમાં,


હું મનમાનવી ન બનીને આકાશ હવા ને મનની જેમ સ્વતંત્ર.





No comments: