May 30, 2008

કદાચ હું કાલે નહિ હોઉં.....સુરેશ હ. જોશી

હમણાં જ એક લેખમાં સુરેશભાઈ જોશી વિશે વાંચવા મળ્યું.આજે તો તેમનો જન્મદિન છે,તેમનો જન્મ ૩૦-૦૫-૧૯૨૧ના રોજ થયેલો.તો મન થયુ કે સુરેશભાઈ જાનીદાદાની સાઈટ પરથી પણ વધુ માહિતી મેળવુ.. અહીંથી મને ઘણી માહિતી મલી..આજે તો સુરેશભાઈ જોશી હયાત નથી પણ તેમની આ એક રચના મને ધવલભાઈના લયસ્તરોમાંથી મળી તે ખરેખર ખૂબ સુંદર છે.






કદાચ હું કાલે નહિ હોઉં.

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.


કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.


કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.


કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.


કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.


કદાચ હું કાલે નહિ હોઉં.




કવિપરિચય

No comments: