May 26, 2008

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ


આજે તો છે મારા મમ્મી-પપ્પાના લગ્નની ૨૯મી વર્ષગાંઠ... ઘણું વિચાર્યુ કે આજે તેમને ભેટમાં શું આપું.? પણ ઉત્તર ન મળ્યો. આખરે શોધતા શોધતાં સુરેશ દલાલ ની આ રચના ટહુકામાં મલી.અને જોતાવેંત જ ગમી ગઈ અને નક્કી કર્યુ કે આજે તેમના લગ્નની વર્ષગાંઠ મારા આ બ્લોગ પર સુરેશ દલાલ ની આ સુંદર રચના તેમને અર્પણ કરું. મમ્મા-પપ્પા તમને તમારા આ સુખી લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ.. તમારો સંસાર હંમેશા ફૂલોની જેમ મહેકતો રહે... ...


અને આ કવિતા ખરેખર આજની યુવાપેઢીનાં દિલમાં પણ લગ્નનાં અભરખાં જગાડી જાય તેવી છે.








ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે

કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે

જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ

ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

( આભાર : લયસ્તરો
ટહુકો )

No comments: