જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો
આજે છે ૧૭મી જૂન પિતૃ દિન, એટલે કે ફાધર્સ ડે... પહેલી નજરે પિતા એક કઠોર વ્યક્તિ લાગે પણ એની ભીતર મહીં ડોકીયું કરીને જોઈએ તો કદાચ નાળીયેરની ઉપમા પણ ખોટી ઠરે એટલું કોમળ હૃદય એમના મહીં ધડકતુ હોય. પણ આ દુનિયાના બાહ્ય આડંબરમાં આપણે આપણા માહ્યલામાં જ જોવાનું ભૂલી જઈએ છીએ તો પિતાના અઁદરના ઉઁડાણમાં ક્યાંથી ઉતરી શકીએ. આવી જ કંઈકપપ્પાની વેદના વ્યક્ત કરતી એક રચના ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ અગાઉ અહી રજુ કરી હતી જે કદાચ આપે માણી હશે. તો વળી પિતાનું આ દુનિયાના સર્જનહારે કેવી રીતે સઘળું એકઠું કરી સર્જન કર્યું હશે તેની સુંદર કલ્પના આપે રમેશભાઈ ના શબ્દોમાં અગાઉ પિતા દિન…..પિતૃસર્જન…રમેશ પટેલ ‘આકાશદીપ’ રચનામા માણી છે. તો ચાલો એક બાળસહજમનથી વિશ્વદીપ બારડની આ રચના આજે માણીએ.અને હા આપના અમૂલ્ય અભિપ્રાયની હઁમેશની જેમ પ્રતિક્ષા રહેશે....June 17, 2012
આવા વ્હાલા પપ્પા છે મારા.....વિશ્વદીપ બારડ
Labels:
બાળકાવ્ય,
વિશ્વદીપ બારડ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment