September 5, 2016

શિક્ષક દિન ... ओम् जय शिक्षा दाता ...... ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રી

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
                આજે છે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૬. આજનો દિવસ એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ જેને આપણે સૌ શિક્ષક દિન તરીકે મનાવીએ છીએ. આપણી જિંદગીમાં દરેક પળે કોઈને કોઈ આપણને કંઈક શીખવતા જ હોય છે. જેમકે  માતા કે જે વ્હાલનો દરિયો, ખાવુ, પીવુ, હસવુ, ચાલવુ, બોલવુ અને ઘણુ બધુ ન શીખવે, તો પિતા કે જે સંસ્કારનુ બીજ માતા સાથે મળી આપણામાં વાવે, વાત કરતા, જિંદગી જીવતા શીખવાડે, તો વળી મિત્ર, ભાઈ કે બહેન, પતિ/પત્નિ કે નાના બાળકો પણ આપણને કંઈક જ્ઞાન આપતા રહે છે. આ ઉપરાંત વૃક્ષ, નદી વગેરે કુદરત ના તત્વો પણ આપણા શિક્ષકની ગરજ સારે છે. તો પુસ્તકો તથા આપણી આસપાસ રહેલ તમામ ચીજવસ્તુઓ પણ આપણા ઘડતરમાં ક્યાંક ને ક્યાંક આપણને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો ચાલો આ આપણા સૌ શિક્ષકને વંદન કરતાં આજે શિક્ષકની એક આરતી જ કરી લઈએ. તો માણીએ ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રીની રચના. આ અગાઉ શિક્ષક દિન પર રજૂ થયેલ રચના શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’  પણ આપ સૌ જરૂરથી માણશો. અને આપ સૌના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ.

aarati


ओम् जय शिक्षा दाता, जय-जय शिक्षा दाता।
जो जन तुमको ध्याता, पार उतर जाता।।

तुम शिष्यों के सम्बल, तुम ज्ञानी-ध्यानी ।
संस्कार-सद्गुण को गुरु ही सिखलाता ।।

कृपा तुम्हारी पाकर, धन्य हुआ सेवक ।
मन ही मन में गुरुवर, तुमको हूँ ध्याता ।।

कृष्ण-सुदामा जैसे, गुरुकुल में आते ।
राजा-रंक सभी का, तुमसे है नाता ।।

निराकार है ईश्वर, गुरु-साकार सुलभ ।
नीति-रीति के पथ को, गुरु ही बतलाता ।।

सद्गुरू यही चाहता, उन्नति शिष्य करे ।
इसीलिए तो डाँट लगाकर, दर्शन समझाता ।।

श्रीगुरूदेव का वन्दन, प्रतिदिन जो करता ।
सरस्वती माता का, वो ही वर पाता ।।

No comments: