May 1, 2010

ગુજરાતનો જન્મદિવસ...ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર


જય શ્રીકૃષ્ણ મિત્રો,


કેમ છો? આજે તો છે ૧લી મે. આપણા ગુજરાતનો જન્મદિવસ. અને આપણા લોકલાડીલા ગુજરાતને આજે ૫૦ વર્ષ પૂર્ણ થઈ ગયા. ૧લી મે ૧૯૬૦ના રોજ મહાગુજરાત ચળવળના અંતે આપણું ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હતું.વળી આજે છે વિશ્વ મજદૂરી દિન પણ. તો ચાલો આજે કંઇક સારૂ જ જાણવા મળે એવી રચના બતાવું પણ આ વખતે આપ સૌ એ મને મદદ કરવાની છે, આજે મને એક ખૂબ સરસ ગીત મળ્યું છે જે વ્યંગ પણ છે પણ તેના બધા શબ્દો મારાથી સમજી શકાયા નથી તો આ કામ આપે કરવાનું છે આ ગીત સુલભગુર્જરીમાં સુર સાથે રજૂ કરેલ છે જે આપ સૌ સાંભળી તેના શબ્દો મને મોકલશો ને ...!!! તો ચાલો માણિએ સ્વર્ણિમ ગુજરાતની આ એક સુંદર રચના....




gujarati-koi-bole-nahi-barabar


http://sulabhgurjari.com/wp-content/uploads/manwish/gujarati-koi-bole-nahi-barabar.mp3



ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)



ભાષાની મીઠાશ નહી ને, જાણે બોલે કાગડો કાબર,


ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)



ઉત્તરમાં ગરબી રમતા, મા અંબાજી સાક્ષાત,


અને દક્ષિણમાં આ આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન,


અમદાવાદમાં ચીપી ચીપીને, અવનવા પાણી પીશો,


અમદાવાદમાં ચીપી ચીપીને, બોલે બ્રાહ્મણ નાગર.


ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)



ભાષાની મીઠાશ નહી ને, જાણે બોલે કાગડો કાબર,


ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)


.


.


.


.


.


No comments: