જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ધુળેટી.આજે રંગોત્સવની સાથે સાથે છે અમારા ગુરુજી શ્રી પુરૂષોત્તમદાસ લાલજી મહારાજનો આજે જન્મદિન પણ છે.તો ગુરુજીને શત શત વંદન સહ જન્મદિનની શુભકામનાઓ.હાલમાં તેઓ હયાત નથી પરંતુ તેમ છતા વિરમગામ પાસે આવેલા વનથળ ગામમાં આવેલા તેમના સ્થાનકમાં જતાં જ તેમનો એહસાસ થાય છે.તો આ પ્રસંગે રંગોની સાથે સાથે ચાલો ભક્તિના રંગે પણ રંગાઈ જઈએ.ખાસ આ ભજન ગુરુજીને અર્પણ.
મેં તો શરણું લીધું છે ગુરુજી આપનું રે,
હું તો લળી લળી લાગું તમને પાય.
મેં તો શરણું...
મારા જન્મ મરણનાં ફેરા ટાળજો રે,
મુજને દેજો ભક્તિ કેરા દાન.
મેં તો શરણું...
મુજને મુક્તિનો મારગડો બતાવજો રે,
જેથી થાયે કાયાનું કલ્યાણ.
મેં તો શરણું...
મેં તો નાવ સોંપ્યું છે ગુરુજી આપને રે,
આવો નૈયાના તારણહાર.
મેં તો શરણું...
મારા સગા સહોદર ગુરુજી આપ છો રે,
મારે બીજો નથી કોઈ આધાર.
મેં તો શરણું...
હું તો ત્રિવિધનાં તાપથી તપી રહ્યો રે,
કરજો અમીની દ્રષ્ટિ ગુરુદેવ.
મેં તો શરણું...
હું તો ગુરૂ ગોવિંદ તમને વિનવું રે,
મારી નૈયા ઉતારો ભવપાર.
મેં તો શરણું...
વહાલા પુરૂષોત્તમદાસની વિનંતી રે,
મારી બૂડતા પકડજો બાંય.
મેં તો શરણું...

No comments:
Post a Comment