March 8, 2009

શુભ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ…સ્ત્રી શક્તિ…..બંસીધર પટેલ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૮મી માર્ચ.આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.તો આજના દિને સૌ સ્ત્રી,મહિલા, છોકરીઓ સમગ્ર નારીજગતને મારા તરફથી શુભ મહિલા દિન અને વંદન પણ.કારણકે એક નારી જે કરી શકે તે ક્યારેય પુરૂષ ન કરી શકે.નારી પોતાના જીવનમાં કંઈ કેટલા રૂપ નિભાવે છે.બહેન,માતા,પત્નિ,મિત્ર,પુત્રી વગેરે... અરે આપણા ભારતવર્ષમાં નારીને પૂજવામાં આવે છે અને કહે છે કે નારી તું નારાયણી. અને સંસ્કૃત્તમાં પણ કહ્યું છે ને કે "યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ" ને મોટા રાક્ષસી શક્તિઓનો વિનાશ પણ દેવીઓના હસ્તે જ તો થયો છે આથી તો નારી ને શક્તિનું રૂપ કહે છે.અને આજના દિને મારા જિવનમાં આવેલી તમામ મહિલાઓનો હું આભારી છું અને તેમને નમન કરું છું.આ સાથે મારા મમ્મી અને મારા દીદી તથા મારી ખાસ મિત્ર મનનો ખુબ ખુબ આભાર માનું છું જેમણે મને હંમેશા મદદ કરી છે.અને આવા શુભ દિને નારી શક્તિની ગાથા ગાતી શ્રી બંસીધર પટેલની આ રચના માંણીએ.




womens-day



માપી શક્યું ના કોઇ સ્ત્રી તણી શક્તિને,
પામી શક્યું ના કોઇ સ્ત્રી તણી ચરિત્રને.
સામે પડ્યા છે દાખલા સેંકડો સ્ત્રી જીવનના,
વિશ્વામિત્ર જેવા જતી પણ હારી ગયા સ્ત્રીત્વથી.અનેક રૂપે ભાસતી ભામા, ભવસાગર સહચારિણી,
પત્ની, પુત્રી, બાળા, માતા, ઝુઝવાંરૂપ સંસારનાં.
ચિત્રપટના ચિત્રમાં, મંદિર હોય કે ગિરજાઘર,
ચારેકોર દિસતી, દિવ્યસ્વરૂપીણી, નારાયણી.મહાન નેતાના જીવનમાંહે કરો ડોકીયું જરા ધ્યાનથી,
પડ્યો હશે કંઇક વાતે ઉપકાર, પરોક્ષ રીતે અર્ધાંગિનીનો.
સ્ત્રી ભલે હોય એક, ભજવે પાઠ અનેરા સંસારના,
માતૃરૂપે, રંભારૂપે, નેતારૂપે, સર્વ દિશાનાં કાર્યમાં.ભારતમાં મા ભારતીના ઉપકાર, અનેરા વિશ્વમાં,
કોટી નમન, વંદન કરૂં, નારી તારા ભિન્ન રૂપોને.
અંબા, કાલી, દુર્ગા કે શાશ્વત વિશ્વની નારી હોય,
શક્તિનો અંશ અચુક ભાસે, શાંતા, શારદા હોય કે કમળા.

1 comment:

nilam doshi said...

nice one....congrats

nilam doshi
http://paramujas.wordpress.com