જય શ્રીકૃષ્ણ મિત્રો,
આમ તો ફાગણ મહિનાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે ને આપને વાયદો કરેલ તો લઈને આવ્યો છું ફાગણ મહિનાની ઉજવણી.આમ તો ફાગણ એટલે ફાલ અને ફોરમ બંનેની મોસમ.ખેતરમાં સારો પાક પાક્યો હોય અને પાછી લીલીછમ વનરાજી અને ફૂલોના ખીલવાથી વાતાવરણ આહલાદક અને માદક બની જાય છે.આવા ફાગણ મહિનામાં સાથે સાથે ઉનાળાની પણ શરૂઆત થાય છે.ઋતુ અનુસાર ગુજરાતી મહિનાઓને પણ વહેંચવામાં આવેલા છે.
શિયાળો - કારતક
માગશર
પોષ
મહા
ઉનાળો - ફાગણ
ચૈત્ર
વૈશાખ
જેઠ
ચોમાસુ - અષાઢ
શ્રાવણ
ભાદરવો
આસો.
તો ચાલો વધાવીએ આ ફાગણના મલકાટને રમેશ પટેલના આ અનોખા અંદાજમાં...
ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ
આતો કેવા વસંતના રે વ્હાલ
હોઠ મલકે ને નયનો નખરાળ
મન મેળામાં મલક્યો મલકાટ
નથી હોળી છે દિલડાની આગ
ફૂલડે વધાવીએ પૂનમીઓ ફાગ
છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ
આવો રમીએ થઈ રાધાના કાન
કેસૂડો વધાવે હરખ વનવાટ
અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર
છે ખોળો કુદરતનો ફાગી ખુશહાલ
આ છે મીલનના મસ્ત વાસંતી વ્હાલ
…………………………………
રમેશ પટેલ(આકાશદીપ)
No comments:
Post a Comment