February 14, 2009

વેલેન્ટાઈન ડે...આવો માંડીએ પ્રેમની રે વાત.....રમેશભાઈ પટેલ' આકાશદીપ'

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.


અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.



૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી... { સુર સાથે}


૨) આવો માંડીએ પ્રેમની રે વાત...રમેશભાઈ પટેલ' આકાશદીપ'


૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી...મુકુલ ચોક્સી { સુર સાથે}


૪) એ પ્રેમ છે..."મન"


૫) પ્રેમ ઉર્ફે ત્યાગ..."મન"


૬) તો બેધડક તું મારી પાસે આવજે...ઊર્મિબેન


૭) એમ પૂછીને થાય નહી પ્રેમ...તુષાર શુક્લ { સુર સાથે}






અને હંમેશની જેમ પ્રસંગને અનુરૂપ કવિતાની રચના કરીને મને મોકલતા રમેશભાઈ એ આ વખતે પણ એ શિરસ્તો જાળવી રાખ્યો છે.અને પ્રેમ ની વાત માંડી રહ્યાં છે હવે પ્રેમ વિશે તો એટલું બધું લખાયું છે કે હવે વધું નહી કહું માણો તેમની આ રચના...



premra


આજ પ્રેમ તને પૂછું, કે કેવા તારા રુપ રંગ


તો કહે જા પૂછ ફૂલને, કેમ મ્હેંકે લઈ ઉમંગ



પ્રેમ તું તો આતમનું નૂર, જાણવા મારે તારા સરનામાને પંથ


સાંભળ તું બંસરીના નાદ, બતાવશે તને રાધાને ગોકુળનો નંદ



આવો માંડીએ પ્રેમની રે વાત


પ્રેમ તો ઉગતું પ્રભાત



ભીંજે તો ઝરમર વરસાદ


તરસે તો છોડે મરજાદ



સ્નેહ એ તો તપતું કુંદન


પીસાયે તો મ્હેંકતું ચંદન



ઉડે પ્રેમ પંખી ગગન


ના ગમે કોઈનું બંધન



પ્રેમ ઝૂરે તો અંધારી રાત


પ્રેમ ઝૂમે તો સાગરની જાત



ચાંદ ચમકેને સાગર રેલાય


પ્રેમ કદી પીંજરે ના પૂરાય



પ્રેમ તું તો વહાલો વંટોળ


જગ જાણે તારા રે મોલ



ચાહ એ તો જીવનની આશ


છીપે ના છીપાયે એવી પ્યાસ


……………………………


રમેશ પટેલ(આકાશદીપ)

No comments: