February 23, 2009

મહા શિવરાત્રી...શિવ કૈલાસવાસી....."મન"

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છ્તા સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.


અને તેમના દેખાવમાં પણ સહજીવનનું કેટલું સુંદર ઉદાહરણ છે.ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવી એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.તો આવા ભોળાનાથ ને યાદ કરતા મારી કવિયિત્રી મિત્ર મન પોતાના ભાવો તેમની રચનામાં કંઈક આમ વ્યક્ત કરે છે.આપ પણ પોતાના મનનો ભાવ જણાવશો.


અને આ શુભ દિવસે જ સ્લમડોગ મિલિયોનર નામક ભારતીય મૂળ ધરાવતી ફિલ્મને ૮ ઓસ્કાર એવોર્ડ મલ્યા જેમાં એ.આર.રહેમાનને ફાળે પણ બે એવોર્ડ ગયા જે ઘણી જ ગૌરવ લેવા જેવી બાબત છે.આ ઉપરાંત ભારતીય બેકગ્રાઉન્ડ પર બનેલી સ્માઈલ પિન્કીને પણ એવોર્ડ મલ્યો છે.





shankar




ત્રિપુરાંત કરારી શિવ કૈલાસવાસી,


અષ્ટભુજાધારી શિવ કૈલાસવાસી,


ત્રિશૂળ,ડમરૂ,નાગધારી શિવ કૈલાસવાસી,


આક ભાંગ ધતુરો ખાય શિવ કૈલાસવાસી,


અંગે ભભૂત લગાવે શિવ કૈલાસવાસી,


,ચંદ્ર,જટામાં ગંગાધારી શિવ કૈલાસવાસી,


નન્દી કાચબો જેમની સવારી શિવ કૈલાસવાસી,


દૂધ,બીલીપત્ર ચઢાય શિવ કૈલાસવાસી,


હિમાલયની પુત્રી જેના પર વારી શિવ કૈલાસવાસી,


અનેક નામધારી ભોળાનાથ શિવ કૈલાસવાસી.



જેની મહિમા ભરી આજ છે મહાશિવરાત્રી.


મન કહે બોલો ૐ નમઃ શિવાય સંપૂર્ણ રાત્રી.

No comments: