February 7, 2009

તો તકલીફ જેવું કંઈ નથી.....કિરીટ ગોસ્વામી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે પ્રસ્તુત કરું છું એક ફરમાઈશી ગીત. આપણા મિત્ર ડો.કેયુરભાઈની ફરમાઈશ હતી કે નિરાશામાં પણ આશા જન્માવે તેવી કોઈ રચના મનના વિશ્વાસ પર મૂકો.તો આ માટેની હરિવંશરાય બચ્ચનની એક રચના કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી અગાઊ પ્રદર્શિત થઈ ચૂકી છે અને કંઈક આવી જ લાગણી અને દુઃખમાં પણ લડવાની તાકાત જોમ ઉત્પન્ન કરે છે તો માણો કિરીટ ગોસ્વામીની આ રચના...


zanzavat



મન કહે તે માન તો તકલીફ જેવું કંઈ નથી,
તું, તને પહેચાન તો તકલીફ જેવું કંઈ નથી.

લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.

પ્રેમ-ભીની પાંપણો પાસે ઝૂકી જા, પ્રેમથી;
મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી.

ઝંખના આ વિશ્વમાં સ્થાયી થવાની છે દુ:ખદ,
થા અહીં મહેમાન તો તકલીફ જેવું કંઈ નથી.

છે પરમ-સુખ બસ, પરમને પામવાની વાતમાં,
ધર પળેપળ ધ્યાન તો તકલીફ જેવું કંઈ નથી.

………………………………………………………..


ફરમાઈશ કરનાર મિત્ર :-ડો.કેયુરભાઈ પટેલ

No comments: