January 31, 2009

વસંતરાજાના આગમનની વધાઈ...આવી આ વસંત.....“મન”

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ઋતુઓની રાણી ભલે વર્ષા હોય પણ તેનો રાજા તો વસંત જ છે.પાનખરમાં સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી પ્રકૃતિ વસંતના આગમન સાથે જ તેમાં નવું જોમ પુરાય છે,ફરિ તેની ડાળીએ નવી કુંપણૉ ફૂટે છે અને એક મનમોહક દ્રશ્ય ઊભું થાય છે.વસંતમાં દિવસ ખૂબ જ ખુશનુમા અને સાંજ રળિયામણી બની જાય છે.પ્રભાતે ફૂલો પણ ઝાકળભીના થઈ એક માદકતા ફેલાવે છે અને આ નશામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેના હૈયામાં સૂતેલી ભાવોર્મિ ન જાગે.તો આ પળને માણતા માણતા મારી મિત્ર મન એ પણ મને વસંતરાજાના આગમનની વધાઈ ખાતી આ રચના આપી છે જે અહીં રજું કરું છૂં.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.



vasantkesudo



શિયાળે રૂડી જો ને આવી આ વસંત,


આવી આ વસંત


રૂડી શિયાળે આવી આ વસંત.



વૃક્ષોના પાન પર,કેસુડાની ડાળ પર


લહેરાતી આવી આ વસંત,


રૂડી શિયાળે આવી આ વસંત.



કળીએ કળીએ, પંખીએ પંખીએ,


કેવી કિલકિલાટ કરતી ખીલી આ વસંત,


રૂડી શિયાળે આવી આ વસંત.



સુર્યની સાથે,ઉષા ને સંધ્યાનો


સોનેરી તાજ લાવી આ વસંત


રૂડી શિયાળે આવી આ વસંત.



પ્રેમરૂપી ઋતુ કહેવાણી વસંત,


મનના હૈયામાં સમાણી આ વસંત,


રૂડી શિયાળે આવી આ વસંત.



અને હાં જે લોકો ગુજરાતી ઋતુઓનું કેલેન્ડર ભૂલી ગયા હોવ તો તે પણ યાદ દેવડાવી દઉં.



કારતક,માગશર : હેમંત


પોષ, મહા : શિશિર


ફાગણ,ચૈત્ર : વસંત


વૈશાખ,જેઠ : ગ્રીષ્મ


અષાઢ,શ્રાવણ : વર્ષા


ભાદરવો,આસો. : શરદ

No comments: