January 24, 2009

એ સોળ વરસની છોરી.....પ્રિયકાન્ત મણીયાર

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૪મી જાન્યુઆરી.આજે છે ગુજરાતી સાહિત્યના રોમેન્ટિક મિજાજ ધરાવતા કવિ શ્રી પ્રિયકાન્ત મણીયાર નો જન્મ ૨૪-૧૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયેલો જે મારા પપ્પાનું પણ જન્મસ્થળ છે.નાનકડી દુકાનમા સંઘેડા ઉપર હાથીદાંતની ચૂડીઓ ઉતારતા એવાં જ સંઘેડા ઉતારગીતો કાગળ પર તેઓ ઉતારતા.કંકણકળા અને કાવ્યકળા બંને તેમને હસ્તગત હતી.એમના પ્રથમ કાવ્યસંગ્રહ "પ્રતિક"ને કુમાર સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળૅલ.આ ઉપરાંત તેમના અશબ્દ રાત્રિ, સ્પર્શ લીલેરો ઢાળ સહિત સાત કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલા.તેઓ તો રુપકોના રાજા છે.અકૃષ્ણરાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ આપણને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.ખરુંને તો ચાલો માણિએ તેમની આ રચના.



16yrgirl

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી



મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી



એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

No comments: