January 1, 2009

સુસ્વાગતમ ૨૦૦૯...જીવન....."મન"

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૦૦૯ના વર્ષનો પ્રથમ દિવસ તો આપ સર્વે મિત્રોને મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ.અને આજે ફરી નવા વરસની પ્રથમ રચનામાં મારી મિત્ર મનની જીવન વિશેની એક આગવી સમજ રજુ કરતી રચના રજુ કરે છે જેમાં તેમણૅ જિવનને ગુલાબ પર રહેલા ઝાકળબિંદુ સાથે સરખાવે છે.


વળી નવા વરસ પ્રસંગે યુએસએથી ડો,ચંદ્રવદન કાકાનો પણ પ્રથમવાર ફોન આવ્યો અને તેમની સાથે વાત થઈ તથા અક્ષયપાત્રના રેખાબેને પણ તેમના કાવ્યોના ભંડારમાંથી આપણાને ભેટ આપવા માટે સંમતિ આપી અને આપણા મિત્ર રમેશ પટેલે પણ નવા વરસ નિમિત્તે રચના બનાવી મોકલી આપી.આમ આ વરસની ખૂબ જ સુંદર શરૂઆત થઈ છે.આશા છે આપ સર્વેનો આમ જ સાથ અને સહકાર મળતો રહેશે તથા આપ સર્વે માટે પણ નવુ વરસ સુખદાયી રહે તેવી પ્રભુને અભ્યર્થના.


flower-dew


ગુલાબની કળી જેવુ છે જીવન માનવીનું,


પાંખડી ન ખુલતી એક સાથે તેના જીવનની,


માનવી પણ પોતાનું જીવન ખોલે છે,


કોઇ વિશ્વાસુ જો માનવીને પણ સમજનાર


કે સમજાવનાર તત્વ મળે તો,


સોહી ઉઠે મન જીવન આ માનવીનું,


ગુલાબ પર જ્યમ શોભે ઝાકળના જલબિંદુઓ.

No comments: