December 30, 2008

આવજો ૨૦૦૮. સુસ્વાગતમ્ ૨૦૦૯...લ્યો, અમે તો આ ચાલ્યાં.....તુષાર શુક્લ.

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આવતીકાલે ૨૦૦૮ના વર્ષનો છેલ્લો દિવસ છે.તો આપ કહેશો કે આજે શું છે.?પરંતુ કાલ વ્યસ્ત હોવાને લીધે આજ આવ્યો છું.આજે જ્યારે ૨૦૦૮ વિદાય લઈ રહ્યું છે અને ૨૦૦૯નું આગમન થઈ રહ્યું છે તે પ્રસંગે આપ સર્વેને કહેવાનું કે વીતેલા વર્ષની મીઠી યાદો લઈને તથા કરેલી ભૂલોને સુધારી નવા વર્ષમાં નવેસરથી શરૂઆત કરી નવા સિદ્ધિના સોપાનો સર કરો તેવી શુભકામનાઓ અને અત્યારે તો આરતી મુન્શી અને આશિત દેસાઈના સ્વરમાં ગવાયેલ તુષાર શુક્લનું ગીત યાદ આવે છે તો તે આપ સમક્ષ રજું કરું છું.અને ગીતને સુર અને સ્વર સાથે માણ્યા બાદ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.આવજો ૨૦૦૮. સુસ્વાગતમ્ ૨૦૦૯







સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.




શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યુંતું સાચવીને રાખ્યુંતું, અશ્રુ એ જે સાર્યુંતું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

No comments: