December 24, 2008

મુહમ્મદ રફીનો જન્મદિવસ...ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું.....બદ્રિ કાચવાલા

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૪મી ડિસેમ્બર.આજે છે હિન્દી અને ગુજરાતી ગીતોના એક અવિસ્મરણીય ગાયક શ્રી મુહમ્મદ રફીનો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૪-૧૨-૧૯૨૪ના રોજ સિયાલકોટમાં થયો હતો.માત્ર તેર વર્ષની વયે સાયગલના આશીર્વાદથી આકાશવાણી રેડિયો સ્ટેશન પર તેઓ ગાવા લાગ્યા હતા.તેમના ગાયેલા ગુજરાતી અને હિન્દી ફિલ્મગીતોની યાદી અને યાદ તો બહું લાંબી છે જે પ્રગટ કરવા તો આ પોસ્ટ નાની પડે પણ એના બદલે તેમના અવાજમાં એક ગીત સંભળાવી દઉં તો.તો આજે તેમને શ્રદ્ધાપૂર્વક આ બદ્રિ કાચવાલાનું ગીત અર્પણ કરું છું.વળી આજે રાષ્ટ્રીય ગ્રાહક દિન છે જેના વિશે કાલે વાત કરીશું...




mulakaat






ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

No comments: