December 23, 2008

સાન્તાક્લોઝ કોણ છે...?...આવી નાતાલ....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


અત્યારે ચાલી રહી છે ક્રિસમસની ઉજવણી ખાસ કરીને પશ્ચિમના દેશોમાં.તો ચાલો આપણૅ પણ તેમની ખુશીમાં સામેલ થઈ જઈએ.આપણાં ત્યાં તો માત્ર ૨૫મી ડીસેમ્બરે જ નાતાલ ઉજવાય છે પણ ખરેખર તો આ તહેવાર પણ આપણી દિવાળી જેવો જ અને લાંબો છે.સાચું કહુ તો આ ખ્રિસ્તી લોકોની દિવાળી જ છે.આ તહેવારની પણ કેટલીયે દંતકથાઓ છે.તેમાં અત્યારે આ ભગવાન ઈસુના જન્મદિન તરીકે મનાવાય છે.તો વળી બાળકો માટે તો તેમના વ્હાલા સાન્તાક્લોઝ દાદાનો કે જે તેમની મનગમતી ભેટ આપી જાય.તો આવો જ એક પત્ર મળેલો કે જેમાં સાન્તાક્લોઝ કોણ છે તેની સમજ આપે છે જે કોણે મોકલેલ તે તો યાદ નથી પણ તે પણ રજું કરું છું તો પછી આપ પણ મારી સાથે સાન્તાક્લોઝ બનવા તૈયાર થાશોને.




સમયના વિરાટ ફલક પર "અમુક સો" વર્ષ બહુ મોટો સમય નથી, અને એમ ગણીને કહીએ તો......




"
થોડાં" વર્ષો પહેલાં એક માણસથી રહેવાયું નહી. દુનિયા ની તકલીફો અને મુશ્કેલીઓ જોઇને,અને એણે એક "ભગીરથ" કામ હાથ ધર્યું.કે લોકો ને એમનાં જીવનમાં વધારે નહી તો એક દિવસની ખુશી પણ જો પોતે આપી શકે તો ઘણું થયું.અને બસ, ઉપડી પડ્યો..લોકોનાં જીવનમાંથી તકલીફોનું અંધારું દૂર કરવા અને એના માટેનો સમય પણ એણે..રાતનો પસંદ કર્યો !... જતો અને લોકોને એમની હાલત-દશા જોઇને એમને જે કંઈ વધારે કામ લાગી શકે આપી આવતો. અને એમ કરતાં કોઇનું "સ્વમાન" ઘવાય માટે, પેલો માણસ કોઇને કંઈ પણ કહ્યા વગર મદદ કરી આવતો....રાતનાં અંધારા માં...સવારે લોકો જ્યારે જોતાં ત્યારે મનોમન ઈશ્વરને યાદ કરતાં મદદ માટે જે કોઇ ઈશ્વરે નહી પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ બધાં ને ખુશ થતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો!!!!!!!!!
ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં કામને બીજા એના જેવા લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસ પછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએ દુનિયામાં આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણ "સાન્તા ક્લોઝ" કહેવાઈશું. છેવટે તો કોઇ માણસનું નામ નથી.. તો એવા "સ્વભાવ" નું નામ છે. તમને બધાંને...સાન્તા ક્લોઝ બનવાની મૌસમ માટે.... MARRY CRISTMAS..દોસ્તો. અને સાથે એક નાતાલ પરનું બાળગીત.અને હાં ક્રિસમસના કોરેલ તરીકે ગવાતા બધા અંગ્રેજી લોકગીતો માણવા હોય તો અહીં ક્લીક કરો.


santa



આવી નાતાલ રૂડી આવી નાતાલ


બાળકોને ગમતી, આવી નાતાલ.



આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની,


ચાલો ઉજવીએ કરી મિજબાની.



સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે,


બાલુડાને માટૅ રમકડાં લાવશે.



ઈશુ ભગવાનને વંદન કરીએ,


પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.



નવું વરસ મુબારક સહુને,


મંગલ કામના એવી કરીએ.

No comments: