November 27, 2008

નજર લગાડી મોહન મોરલીવાલાને.....ડો. ચંદ્રવદન મિસ્ત્રી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


હમણા હમણાં પ્રદર્શિત થયેલ નજરું લાગીની ઉપરા ઉપરી બે રચના પ્રદર્શિત થવાથી આ વિષય પર પ્રેરિત થઈને ચંદ્રવદન કાકાએ પણ તાજેતરમાં જ એક રચના બનાવી ને આપણા મોરલીવાળાને નજરુંમાં બાંધી દીધા પણ આખરે પ્રેમમાં બંધન ન હોય પ્રેમમાં બંધન કદાચ સંબંધોની અપૂર્ણતા સર્જે છે આ વાતની ગહનતા બાદ તેમણે કાનાને મુક્ત કરી દીધો.અને પછી મળૅલ ખુશીનો આનંદ તો શબ્દોમાં હું વ્યક્ત ન જ કરી શકું.માણૉ તેમની આ રચના...




krishna_3



નજર લગાડી......મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )



વનમાં ગાયો છોડી,


ગામે ગોપ-ગોપીઓને છોડી,


એ તો પાસ મારી દોડી દોડી આવે રે......નજર.....૧



માત જશોદા 'ને નંદબાબાને ગોકુળીયે છોડી,


રાધા પ્યારીને એકલી છોડી,


એ તો પાસ મારી દોડી દોડી આવે રે......નજર.....૨



હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,


માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?


કાનો તો છે મારી સંગે રે......નજર....૩



કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,


નજરમાંથી કાનાને મુક્ત કરી, હું તો હવે રાજી,


એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે......નજર.....૪


………………………………………………….


નવેમ્બર, ૨૬, ૨૦૦૮


ડો. ચંદ્રવદન મિસ્ત્રી

No comments: