જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે ઘણા દિવસો બાદ મુલાકાત થઈ રહી છે,જો કે હજી ઘરમાં કામ ચાલું જ છે પણ છતા કામચલાઉ ધોરણે આ કોમ્પ્યુટરને ચાલું કરી આપ સર્વે મિત્રોને મળવાની લાલસા રોકી ન શક્યો.અને હજી પણ બસ આદીલજીની રચનાઓ જ મનમાં રમ્યા કરે છે ત્યાં જ મારા મિત્ર હર્ષિલ ભટ્ટનો ઈ-મેલ આવ્યો કે માનવ ના થઈ શક્યો મૂકને.અને બસ કહે છે ને ચંચળ મનને આખરે કેવી રીતે રોકી શકાય તો બસ બધી આઘી-પાછી વ્યવસ્થા કરીને પણ આ રચના રજૂ કરું છું, અને હાં મને ગઈકાલે આપણા ચંદ્રપુકારના ડૉ.ચંદ્રવદન કાકાએ મને તેમના પુસ્તકોરૂપી ભાવભીની પ્રસાદીરૂપે અમૂલ્ય ભેટ મોકલેલ છે તો તેમાંથી પણ સમયાંતરે રચનાઓ પ્રસ્તુત કરતો રહીશ.તો ચાલો માણીએ આદીલ મન્સુરીની આ રચના. અને સ્વર સાથે માણૉ સુલભગુર્જરીમાં.
માનવ ના થઈ શક્યો તો એ ઇશ્વર બની ગયો,(૪)
જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો.............................
એ મુજ ને રડતો જોઈ ને ખુદ પણ રડી પડયા,(૪)
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો..........................
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા,(૪)
સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો.........................
છે આજ મારા હાથ મા મહેન્દી ભરેલ હાથ,(૪)
મારોય હાથ આજ તો સુંદર બની ગયો.........................
આદિલ ના શેર સાંભળી આશ્ચર્ય થી કહયું,(૪)
ગઈ કાલ નો આ છોકરો શાયર બની ગયો,
જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો................
…………………………………………………….
ફરમાઈશ કરનાર મિત્ર - હર્ષિલ ભટ્ટ


No comments:
Post a Comment